* જેની પાસે આશા (ઉમ્મીદ) હોય છે તે લાખો વાર હારીને પણ નથી હારતો.
* સારા વ્યક્તિ બનવા માટે એવી જ કોશિશ કરો જેવી તમે સુંદર દેખાવા માટે કરો છો.
* પ્રોબ્લેમ વિષે વિચારવાથી બહાના મળે છે અને સમાધાન વિષે વિચારવાથી રસ્તાઓ મળે છે.
* મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે, પણ પહેલા તેઓ માણસ બનવાનું ભૂલી જાય છે.
* વાતાવરણને જે મહેકાવે તેને ‘અત્તર’ કહેવાય, જીવનને જે મહેકાવે તેને ‘મિત્ર’ કહેવાય.
* જીભ નો વજન બહુ ઓછો હોય છે પણ બહુ ઓછા લોકો તેને સંભાળી શકે છે.
* એક મોઢું અને બે કાન નો અર્થ એ છે કે જો આપણે એક વાત બોલીએ તો ઓછામાં ઓછી બે વાર સાંભળીએ પણ.
* ખુશ રહેવું હોય તો વધારે ઘ્યાન એ વસ્તુ પર આપો જે તમારી પાસે છે, એના પર નહિ જે તમારી પાસે નથી.
* સારો સમય હોય તો તમારી ભૂલ પણ મજાક લાગે છે અને સમય ખરાબ હોય તો તમારો મજાક પણ ભૂલ લાગે છે.
* ભરોસો બહુ મોટી વસ્તુ છે, પોતાના પર રાખો તો તાકાત, બીજા પર રાખો તો કમજોરી.
* જે સમયે આપણે બીજાનું અપમાન કરીએ છીએ, ખરેખર તે સમયે આપણે પોતાનું સમ્માન ગુમાવી રહ્યા હોઈએ છીએ.
* ક્યારેક કોઈ પીઠ પાછળ વાત કરે તો ગભરાતા નહિ કારણકે… વાત તો એની જ થાય છે જેમાં ખરેખર કોઈ વાત હોય છે.
* વ્યક્તિને બધું હાંસિલ નથી થતું જિંદગીમાં… કોઈનું ‘કાશ’ અને કોઈનું ‘પણ’ બાકી રહી જ જાય છે.
No comments:
Post a Comment