આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…


લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે!


*  હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે!


*  હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે!


*  સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.


*  ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!


*  સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!


*  પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે!


*  પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે…


*  દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ…. દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?


*  દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ….. દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !!


*  દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!


*  દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન….


*  એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી…..


*  દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત…


*  દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું…..


*  દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ…. દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર…


મિત્રો પસંદ આવે તો અચૂક શેર કરજો !!

No comments:

Post a Comment