આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!


આ ગુજરાત છે કે જ્યાં; ” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે”
આ ગુજરાત છે કે જ્યાં; ” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી”
આ ગુજરાત છે કે જ્યાં; ” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય”
આ ગુજરાત છે કે જ્યાં; ” રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના, મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે”
આ ગુજરાત છે કે જ્યાં; ” ટુ વ્હિલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે”
આ ગુજરાત છે કે જ્યાં; “ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે”
આ ગુજરાત છે કે જ્યાં ના; ” મુખ્યમંત્રી જેવી લોકપ્રિયતા દુનિયામાં એક પણ મંત્રી ની નહીં હોય”….
આવા ગુજરાતનો રહેવાસી હોવાનો મને ગર્વ છે અને તમામ ગુજરાતીઓ ને સલામ કરું છું. છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?
જેમ કે, શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે. ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણ ફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.
અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય. લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ) દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે. મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!

પરફેક્ટ ઘંઘાના પરફેક્ટ સુત્રો… !!


*  વહેલા ઉઠીને કામના સ્થળે પહોચી જાવ,
મોડા ઉઠવું એ ઘંઘાની પડતીની નિશાની છે.

*  પોતાનો ઘંઘો છોડીને બીજાને સમય આપવો નહિ.
સમય સાથે ચાલો અને સમયની બરબાદી કરો નહિ.

*  ઘંઘાના કામ માં દરેક જગ્યાએ સમયસર પહોચી જાવ.
ઘંઘામાં લેટેસ્ટ ટેકનોલોજી નો પૂરે પૂરો ઉપયોગ કરો.

*  બીઝનેસ શરુ કરવો સરળ છે પણ,
તેને ચાલવતા રહેવું એ એક કળા છે.

*  સંપૂર્ણ નિષ્ઠા, મહેનત અને,
પ્રામાણીકતા થી દરેક કામ કરો.

*  મુશ્કેલીમાં ઘીરજ ધારણ કરવી એ,
અડધી લડાઈ જીતવા બરાબર છે.

*  બીજાને નીચે પાડવામાં નહિ પણ પોતાને
ઉપર લાવવાથી સફળતા મળશે.

આ સારા વિચારો તમને અંદરથી હલાવી નાખશે…..


*  જેની પાસે આશા (ઉમ્મીદ) હોય છે તે લાખો વાર હારીને પણ નથી હારતો.


*  સારા વ્યક્તિ બનવા માટે એવી જ કોશિશ કરો જેવી તમે સુંદર દેખાવા માટે કરો છો.


*  પ્રોબ્લેમ વિષે વિચારવાથી બહાના મળે છે અને સમાધાન વિષે વિચારવાથી રસ્તાઓ મળે છે.


*  મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે, પણ પહેલા તેઓ માણસ બનવાનું ભૂલી જાય છે.


*  વાતાવરણને જે મહેકાવે તેને ‘અત્તર’ કહેવાય, જીવનને જે મહેકાવે તેને ‘મિત્ર’ કહેવાય.


*  જીભ નો વજન બહુ ઓછો હોય છે પણ બહુ ઓછા લોકો તેને સંભાળી શકે છે.


*  એક મોઢું અને બે કાન નો અર્થ એ છે કે જો આપણે એક વાત બોલીએ તો ઓછામાં ઓછી બે વાર સાંભળીએ પણ.


*  ખુશ રહેવું હોય તો વધારે ઘ્યાન એ વસ્તુ પર આપો જે તમારી પાસે છે, એના પર નહિ જે તમારી પાસે નથી.


*  સારો સમય હોય તો તમારી ભૂલ પણ મજાક લાગે છે અને સમય ખરાબ હોય તો તમારો મજાક પણ ભૂલ લાગે છે.


*  ભરોસો બહુ મોટી વસ્તુ છે, પોતાના પર રાખો તો તાકાત, બીજા પર રાખો તો કમજોરી.


*  જે સમયે આપણે બીજાનું અપમાન કરીએ છીએ, ખરેખર તે સમયે આપણે પોતાનું સમ્માન ગુમાવી રહ્યા હોઈએ છીએ.


*  ક્યારેક કોઈ પીઠ પાછળ વાત કરે તો ગભરાતા નહિ કારણકે… વાત તો એની જ થાય છે જેમાં ખરેખર કોઈ વાત હોય છે.


*  વ્યક્તિને બધું હાંસિલ નથી થતું જિંદગીમાં… કોઈનું ‘કાશ’ અને કોઈનું ‘પણ’ બાકી રહી જ જાય છે.

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…


લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે!


*  હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે!


*  હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે!


*  સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.


*  ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!


*  સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!


*  પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે!


*  પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે…


*  દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ…. દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?


*  દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ….. દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !!


*  દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!


*  દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન….


*  એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી…..


*  દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત…


*  દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું…..


*  દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ…. દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર…


મિત્રો પસંદ આવે તો અચૂક શેર કરજો !!

વાંચો આ મોટીવેશન સ્ટોરી…..


એક નગરમાં ચિત્રકાર રહેતો હતો. તેણે ખૂબજ સૂંદર ચિત્ર દોરી જાહેરમાં મૂક્યુ ને નીચે લખ્યુ કે જેણે આ ચિત્રમાં ભૂલ જણાતી હોય તે સુધારો કરે.

બીજા દીવસે જોયુ તો આખા ચિત્રમાં એકલા લીટા જ લીટા. ચિત્ર દેખાય જ નહી તેટલા લીટા.
બીચારો ચિત્રકાર દુખી થઈ ગયો.

એક સમજુ વ્યક્તિ એ તેને સલાહ આપી કે હવે એક કામ કર ફરી એકવાર આબેહૂબ એવુ જ ચિત્ર દોર અને બાજુમાં કોરુ કાગળ બીજુ લગાવ, અને તેમાં સુચના લખ કે જે મારા કરતા સારુ ચિત્ર દોરી બતાવશે તેને હું ઈનામ આપીશ.

ચિત્રકારે આવુ કર્યુ અને તેણે મહીનાઓ સુધી રાહ જોઈ કે કોઈક સામે આવે ને ચેલેન્જ ઊઠાવે પરંતુ કોઈ સામે ન આવ્યુ.

કહેવાનો તાત્પયઁ એક જ છે નરેન્દ઼ મોદી રૂપી ચિત્રકારના, દેશના વિકાસરૂપી ચિત્રમાં લીટા પાડનારા ધણા છે પરંતુ, દેશ માટે તેના કરતા સારુ ચિત્ર દોરનાર કોઈ નથી. માટે ચાલો આપણે લીટા પાડનારા ન બનીએ પરંતુ, દેશના વિકાસમાં ભાગીદાર બનીએ, એક ગુજરાતી એ લીધેલા નિર્ણયને સાચો ઠેરવીને બંધ ના એલાન ને નિષ્ફળ બનાવીએ.

કડવું છે પણ વિચારવા અને સમજવા જેવું છે….

* અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

 

* આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ગભરાઈ જઈએ છીએ. 

* આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ.

 

* કોઈ હિરોઈન ના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે. 

* ભારતીય ખુબ શર્મિલા હોય છે, તેમ છતાય ૧૨૧ કરોડ છે.

 

* જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમ માં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે. 

* આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

 

* હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

 

* ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યા જ નથી. 

* સન્ની લીઓન, પૂનમ પાંડે અને આલીઆ ભટ્ટ જેવીઓને લોકો સેલીબ્રેટી બનાવી દે છે. પણ સમાજથી દબાયેલી, કચડાયેલી, અત્યાચાર થયેલી સ્ત્રીઓને કોઈ નથી અપનાવતું.

 

* અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે. 

* મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખ માં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

 

…પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી

" ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. 
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.
રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો. પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"
ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."
ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.
( સત્યઘટના )