પોતે ના ચડી શકો તો બીજા માટે નિસરણી જરૂર બનવું – પ્રેરણાત્મક કથા


બિહારના રહેવાસી ડો. મોતીર રહેમાને ત્રણ વિષયમાં અનુસ્નાતક અને ઇતિહાસમાં પીએચડી કર્યું છે. એના પપ્પા પોલીસ સબ ઇન્સપેક્ટર હતા એટલે રહેમાનને આઇપીએસ ઓફિસર બનવાની ઈચ્છા હતી. અભ્યાસ પૂરો કરીને આઇપીએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી પણ સફળતા ના મળી. રહેમાને બીજી નાની મોટી પરીક્ષાઓ પાસ કરી પણ આઇપીએસ બનવાનું સપનું અધૂરું રહી ગયું.

સપનું પૂરું ના થવાથી હતાશ થવાના બદલે રહેમાને બીજાના સપનાઓને સાકાર કરવા માટે એક અભિયાન ચાલુ કર્યું. રહેમાને એક સાવ સામાન્ય મકાનમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે કોચિંગ કલાસ શરુ કર્યાં. એકદિવસ એક છોકરો આ કોચિંગ સેન્ટર પર આવ્યો. ખુબ ગરીબ પરિવારના આ છોકરાના પિતા પણ અવસાન પામ્યા હતા. છોકરાને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હતી પણ કલાસની ફી ભરવા માટે કોઈ રકમ નહોતી. એની માં પારકા ઘરના કામ કરીને માંડ માંડ બે ટંક ખાવાની વ્યવસ્થા કરી શકતી એમાં છોકરાની કલાસની ફી કેમ ભરવી ?

ડો. રહેમાને જોયું કે છોકરો બહુ હોશિયાર છે અને મહેનત કરે તો યુપીએસસી પણ પાસ કરી શકે તેમ છે એટલે એમણે પેલા છોકરાને કહ્યું, “બેટા, હું તને મફતમાં તો નહિ ભણાવું. તારે ભણવું હોય તો ફી તો આપવી પડશે પણ તારા માટે આખા કોર્સની ફી હું માત્ર 11 રૂપિયા લઈશ જેમાં તને વાંચવા માટેનું બધું મટિરિયલ પણ મળી જશે.” છોકરો તો રાજીનો રેડ થઈ ગયો. ડો.રહેમાને આ છોકરાને દિલથી ભણાવ્યો. પિતાની જેમ પ્રેમ પણ આપ્યો જેના પરિણામ રૂપે આ છોકરાએ દુનિયાની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આ વિધવા માતાનો ગરીબ દીકરો અત્યારે ઓરિસ્સામાં કલેકટર છે.

આ ઘટના પછી ડો.રહેમાન અને એની પત્ની અનિતાએ નક્કી કર્યું કે જેને અધિકારી બનવાની ઈચ્છા હોય પણ ભણવા માટેના પૈસા ના હોય એવા વિદ્યાર્થીઓને માત્ર 11 રૂપિયાના ટોકન દરથી ભણાવવા. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોઈ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર જ પ્રવેશ આપવો. “અદમ્ય અદિતિ ગુરુકુળ ” નામની આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 5 આઈએએસ ઓફિસર અને 60 આઇપીએસ ઓફિસર તૈયાર થયા છે. આ ઉપરાંત બીજા 3000 જેટલા વિદ્યાર્થીઓ સરકારની નાની-મોટી નોકરીમાં અધિકારી કે કર્મચારી તરીકે જોડાઈ ગયા છે.

આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે હવે તો બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, ઝારખંડ અને મધ્યપ્રદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. ભણવા માટે કેટલી ફી ભરવી એ વિદ્યાર્થીઓએ જાતે જ નક્કી કરવાનું હોય છે. ઓછામાં ઓછી રૂપિયા 11 અને વધુમાં વધુ વિદ્યાર્થીઓની જે ઈચ્છા હોય એટલી ફી ભરી શકે. સંસ્થા ચલાવવા માટે આ સંસ્થામાંથી ભણીને આગળ વધેલા વિદ્યાર્થીઓ પણ આર્થિક મદદ કરતા રહે છે.

ડો. રહેમાનને આજે લોકો ગુરુ રહેમાન તરીકે ઓળખે છે. અનેક બાળકોના અંધારિયા જીવનમાં પ્રકાશ પાથરનાર ડો. રહેમાન જેવી વ્યક્તિઓ જ ભારતની સાચી ઓળખ છે. અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કહે છે કે એ માત્ર અમારા શિક્ષક જ નહિ અમારા પિતા પણ છે. પિતાની જેમ સતત પ્રેમ અને પ્રેરણા આપતા રહે છે એટલે અમારા માટે સફળતા સહેલી બની જાય છે.

ફોટામાં વચ્ચે હાથ જોડીને ઉભેલા આ મહાપુરુષને ભગવાને આઇપીએસ ઓફિસર ના બનાવીને એના દ્વારા ઘણા અધિકારીઓ તૈયાર કરાવ્યા. જીવનમાં બનતી ઘટનાઓને હકારાત્મક રીતે લેવી તો નિષ્ફળતા બીજા કોઈ સ્વરૂપે મોટી સફળતા પાછી આવશે.

આ સ્ટોરી દરેક લાડકવાયી દીકરીઓને સમર્પિત…..



એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું :

આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !

એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !. હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્ય મિત્રે એક વાત કહી :

અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી…

ગમે તો જરૂર શેર કરજો...

Dedicate to all lovely daughters.

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!


એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.

બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે.

હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, “બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે”. નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.

નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા. વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.

ભગવાને હિરાને પુછ્યુ, “અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળવારમાં જ કેમ તુટી ગયા ?” હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, “પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા. પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા.

મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું. 

ગમે તો જરૂર શેર કરજો...

Story : લવ યુ પપ્પા !!


મારી દીકરી ૬-૭ વર્ષની હતી…

ત્યારે એક દિવસ મને પૂછેલું કે, “મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?

મેં કહ્યું બેટા,
“M O T H E R”

પછી એ બોલી, મમ્મા, આમાંથી “M” કાઢી નાખીએ તો શું થાય ?

મેં કહ્યું, “OTHER”.

પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , “જેમ “MOTHER” માંથી “M” નીકળી જાય તો other થઇ જાય,
એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય…!!!”

હું હસી પડી….!!

મેં આગળ પુછ્યુ, “તો FATHER માંથી “F ” નીકળી જાય તો????”
તો એ હસતા હસતા બોલી, “મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય…!!!”

કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.

પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?

કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથે જ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે.

પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતા માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ…. પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.

પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ…પોંખીએ…!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે…સાચ્ચે..!!

એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

ક્રોધને કઈ રીતે કાબુમાં કરાય તેનું એક સુંદર ઉદાહરણ….. જરૂર વાંચજો
એક વકીલે કહેલ, હૃદયસ્પર્શી કીસ્સો…
“રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો..
વધેલી દાઢી, મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ) આવીને કહેવા  લાગ્યા…., આ લ્યો બધાપેપર્સ…..
“બધી જ જમીનો ઉપર સ્ટે. લાવવો છે……
હજુ કાંઈ પેપર્સ વગેરે જોઈતા હોય તો કહો,
અને ખર્ચો કેટલો થશે તે પણ કહિ દો…”
મેં તેમને બેસવાનુ કહ્યુ..
તેઓ ખુરશી ઉપર બેઠા..
તેમના બધાજ પેપરો તપાસ્યા… તેમની પાસેથી ઘણી માહિતી પણ લીધી.. સમય કલાક-સવા કલાક જેવો થઈ ગયો……
મેં તેમને કહ્યુ વડીલ મારે હજુ પણ પેપર્સ ની સ્ટડી કરવી પડશે..
માટે તમે એક કામ કરો તમે હવે ૪ દીવસ પછી આવો. ત્યારે તમને કહીશ
૪ દીવસ બાદ તે ભાઈ ફરી આવ્યા..
પહેલાજ જેવો અવતાર!! ભાઈ બદલ તેમનો ગુસ્સો હજુ સમાયો ન હતો…..
મે તેમને બેસવાનો ઈશારો કર્યો…
પછી મેજ બોલવાની શરૂઆત કરી…
“મે તમારા બધાજ પેપર્સ જોયા વાચ્યા…,
તમે બે ભાઈઓ અને..
એક બહેન,
માં-બાપ ની છત્ર છાયા તમે નાનપણ માં જ ગુમાવી…
તમારૂ શિક્ષણ ૯ મુ પાસ
નાનો ભાઈ M.A.B.ed.
તમે ભાઈના શિક્ષણ માટે શાળા છોડી દીધી.
વનમાં પોતડી પહેરીને ઘણો પરિશ્રમ કર્યો.
કૂવાઓ ગાળવા માં પથ્થરો તોડ્યા…
બાપુઓના ખેતરોમાં કાંઈક એકરો શેરડીઓ વાઢી…
પણ ભાઈના શિક્ષણ માટે રૂપિયાની કમી પડવા ના દીધી..
એક વાર બેન ખેતરમાં ઢોર ચરાવતી હતી..
તમારો ભાઈ શાળા માંથી આવ્યો હતો…. અને કેમ કરીને તે ભેસની પાસેથી પસાર થયો ને ભેસે શીંગડું મારી દીધું હતુ અને તે સંપૂર્ણ શરીરે લોહી-લુહાણ થઈ ગયો ત્યારે તમે તેને બીજા ગામડે ખભા ઉપર નાખીને દવાખાને લઇ ગયા હતા..
ત્યારે તમારી ઉમર દેખાતી ન હતી….
ફક્ત માયા જ દેખાતી હતી….
હા… સાહેબ માં-બાપ પછી હુ જ આમની માં અને હુજ આમનો બાપ… આવીજ મારી ભાવના હતી….
તમારો ભાઈ B.A મા ગયો તમારું હૃદય ભરી આવ્યુ હતુ…. અને ફરી તમે તનતોડ ઉત્સાહ થી રાત દીવસ મહેનત કરવા લાગ્યા..,
પણ અચાનક તેને કેડની નો દુખાવો શરૂ થઈ ગયો..
દવાખાના મા દવાઓ કરી
બહારનુ જે કાઈ કરવાનુ હતુ તે કર્યું…. જે કોઈ કહે તે કર્યું… ઘણી માનતાઓ રાખી……પણ કાઈ ફરક ના પડ્યો…..કીડની મા ઇન્ફેકશન થઈ ગયુ હતુ….
અંતે ડોક્ટરે કીડની કઢાવી નાખવાનુ કીધુ…,
તમે તેને કીડની દાન કરી
ને કહ્યુ તને ઓફિસર બનીને ખૂબ ફરવુ છે…
નોકરી કરવાની છે….
આપણા મા-બાપનુ નામ ઉંચુ કરવાનુ છે ભાઈ..
તને અમારી કરતા વધારે
કીડની ની જરૂર છે….,
અમે તો વનવાસી વનમા રહેનારા માણસો… અમને એક કીડની હોય તો પણ ચાલી જાય…
વકીલ સાહેબ:-
તમે તમારી ઘરવાળી નુ પણ ન સાંભળીને કીડની દાન કરી….
ભાઈ M.A મા આવ્યો.
હોસ્ટેલ મા રહેવા ગયો..
વાર-તહેવારે…. ફરાળ, પકવાન વગેરે ટીફીન લઈને દેવા જતા…
ખેતરમા થતા શીંગુના ઓળા, શેરડી અને કેસર કેરી વગેરે ઘરથી ૨૫ કીમી. દૂર સાઇકલ થી દેવા જતા….
પોતાના મોઢાનો કોળીયો પણ કાઢીને આપી દીધો.
જ્યારે ભાઈને નોકરી લાગી ત્યારે આખા ગામમા હોંશે-હોંશે સાકર વહેંચી…,
૩ વર્ષ પહેલાં ભાઈના લગ્ન થયા…એટલે એણે જ ગોતીને કર્યા… તમે ફક્ત ત્યા હાજર હતા…તો  પણ અભીમાનથી ગજ-ગજ છાતી ફુલાતી સમાતી ન હતી…. હાશ….!!!
ભાઈને નોકરી મળી…
ભાઈના લગ્ન થઈ ગયા
હવે તમને અને બાયડી છોકરાવને સુખ ભોગવવા ના દીવસો આવશે…
પણ.. પણ…. બધુ ઉંધુ થઈ ગયુ…,
લગ્ન થયા તે દીવસ થી ભાઈ એકેય વાર મોટા ભાઈના ઘરે ન આવ્યો…
ઘરે બોલાવીયે તો કહેતો આજે બાયડીને જબાન આપી છે… બહાર જવાનું છે.
ઘરમાં કોઈ દીવસ રૂપિયા પણ દેતો નહી…,
પૈસાનુ પૂછીયે કે ભાઈ આજે છોકરાને ફી ભરવાની છે… તો કહેતો કે હમણાં હુ પોતે જ કરજા મા ડૂબેલો છુ…
ગયા વર્ષે અમદાવાદ મા ફ્લેટ લીધો…
ફ્લેટ વિશે પૂછ્યુ તો કહેતો કે લોન થી લીધો છે….!!!!
બધુ કીધા પછી હુ થોડીવાર થોભ્યો….
પછી બોલ્યો…
હવે તમારૂ કહેવુ એ છે કે તેણે લીધેલી મિલકતો ઉપર સ્ટે. લેવાનો..????
તે ભાઈ તરતજ બોલ્યો
હા..બરાબર….
મે એક ઉંડો શ્વાસ લઈને ધીરેથી કહેવા લાગ્યો.
સ્ટે. લેવાશે…
ભાઈ એ ખરીદી કરેલી મિલકતો મા પણ હિસ્સો મળશે…
પણ….
તમે દીધેલી કીડની પાછી મળવાની નથી….
તમે ભાઈ માટે લોહી-પાણી એક કરી નાખ્યા તે પાછા મળવાના નથી….
તમે એની માટે તમારૂં આયુષ્ય ખર્ચી નાખ્યુ ઈ મળવાનુ નથી
અને મને લાગે છે કે આવા મોટા બલીદાન ની સામે ફ્લેટની કિંમત જીરો છે…
એની નીતિ બદલાઈ ગઈ
એ એના રસ્તા ઉપર ગયો….
તમે શા-માટે એના રસ્તે જવાની તૈયારી કરો છો… પ્લીઝ તમે એ રસ્તે ના જાવ……ભાઈ..
અરે ઇ ભીખારી નીકળ્યો…
તમે દિલ-દાર હતા અને દિલદાર જ રહો….
તમને કાઈ પણ ઓછુ પડશે નહી…..!!!!
ઉલટાનુ હુ તમને કહુ છુ કે બાપ-દાદા ની મિલકત માથી તમારો હિસ્સા મા ખેતી કરો…
અને એનો જે હિસ્સો છે તે એમજ પડતર રહેવા દો….
કોર્ટ-કચેરી કરવા કરતા છોકરાવને ભણાવો…..
ભણી-ગણી ને તમારો ભાઈ બગડી ગયો….
એનો અર્થ એ નથી કે છોકરાવ પણ બગડી જાશે…, છોકરાવ નહી બગડે…..!!!!!
એમણે ૧૦-મિનીટ વિચાર કર્યો….
અંતે બધા પેપર્સ ડોક્યુમેન્ટ પાછા થેલીમાં નાખ્યા…
આંખમા આવેલા આસું લૂછતાં-લૂછતા… કહયુ….
જાવ છુ સાહેબ…..!!!!
આ વાતને ૫ વર્ષ વીતી ગયા……પરમ દીવસે એજ માણસ અચાનક મારી ઓફિસે આવ્યો….
સાથે ગોરો અને ટામેટા જેવી લાલી ધરાવતો છોકરો હતો…
હાથમા કાઈ થેલી હતી
મે આવકાર આપીને કહ્યુ બેસો….
તરતજ તેમણે કહ્યુ…
બેસવા નથી આવ્યો સાહેબ,
પેંડા દેવા આવ્યો છુ… આ મારો છોકરો…..
ન્યુઝીલેન્ડ મા હોય છે…
ગઈ કાલે જ આવ્યો છે…
હવે ગામમાં જ ત્રણ માળનુ ઘર છે….
૮-૯ એકર જમીન લીધી છે…
સાહેબ તમેજ કીધુ હતુ ને કોર્ટ- કચેરીના માર્ગ માં ન જતા…
મે છોકરાના શિક્ષણ નો માર્ગ પકડ્યો ……!!!!!
મારી બંને આંખો છલકાઇ ગઈ… ને હાથમાનો પેંડો હાથમા જ રહી ગયો…
ક્રોધ ને યોગ્ય દિશા આપો તો ફરી ક્રોધિત થવાનો સમય આવતો નથી…
ગમ્મે તેટલું કમાવજો પણ ગર્વ કદી ના કરતા…
કારણ શતરંજની રમત પુરી થયા પછી…
રાજા અને સિપાહી
છેલ્લે એકજ ડબ્બા મા મુકવામા આવે છે…
જીવન ખૂબ સુંદર છે
એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

એકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું !!!


એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે ‘આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. 

ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે.

ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે.

પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે.”

ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ. તમને સમજાણું હોય તો કરો શેર !!

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!


આ ગુજરાત છે કે જ્યાં; ” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે”
આ ગુજરાત છે કે જ્યાં; ” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી”
આ ગુજરાત છે કે જ્યાં; ” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય”
આ ગુજરાત છે કે જ્યાં; ” રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના, મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે”
આ ગુજરાત છે કે જ્યાં; ” ટુ વ્હિલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે”
આ ગુજરાત છે કે જ્યાં; “ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે”
આ ગુજરાત છે કે જ્યાં ના; ” મુખ્યમંત્રી જેવી લોકપ્રિયતા દુનિયામાં એક પણ મંત્રી ની નહીં હોય”….
આવા ગુજરાતનો રહેવાસી હોવાનો મને ગર્વ છે અને તમામ ગુજરાતીઓ ને સલામ કરું છું. છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?
જેમ કે, શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે. ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણ ફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.
અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય. લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ) દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે. મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!